પેલ્ટફોર્મ નું તાદ્રશ્ય...
એ માણસ પડી ગયો
પાટા વચ્ચે,
દૂર રેલની સીટી વાગી
ન ઉઠ્યો,
પોલીસ આવી થપાટ મારી
ન સળવળ્યો,
બધાએ ઉંચકી મૂક્યો ઉપર
ન આંખ ખોલી,
શું તેની આશા જ મરી ગઈ
ન શ્વાસ હતા,
બધુ મૂકી ગયો ત્યાં ભૂઈ પર
ન રડ્યા કોઈ,
હતું કોણ એનું ? ..
છે કોઈ આપણું પણ...?
આવી એક ભિખારણ
લઈ ગઈ એના પગરખા
ન કોઈએ પૂછ્યું ..!
દૂર હુ જોતી રહી
દ્રશ્ય ને કાંઈ ન કરી શક્યા..
પોલીસે કફન ઓઢાઢ્યું..
કુલીએ કહ્યું બહુ બહુ
પીધું હતું ..જેલ ને બદલે
હંમેશની બેલ થઈ ગઈ...
ઓહ! કરી હુ ટ્રેન પર ચઢી...!
જયશ્રી પટેલ
૪/૧૦/૧૯