ગરબો (સ્વરચીત) *મમતા ની મૂરત* ૫-૧૦-૨૦૧૯
આવી મારી મમતા ની મૂરત ચેહરમાં,
પલમા પરચા પૂરતા મારી ચેહરમાં.
ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા...
વગર માગે તમે સમજી જાતા માવડી,
સર્વે ભક્તો ના દુખડા દૂર કરે માવડી.
ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા...
ભોળા ભક્તો પર કરુણા કરજો,
મહેર કરી લીલાલહેર કરાવજો.
ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા...
માવડી તમે દુખીયા ના દાતાર છો,
અમી વર્ષાવી હૌયામા હામ ભરો છો.
ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા...
ભાવનાના ભાવ જોઈ રમવા આવો છો,
દિલના પોકારે રથડે ચઠીને આવો છો.
ખમ્મા ખમ્મા મારી ચેહરમાં ને ખમ્મા...
ભાવના ભટ્ટ અમદાવાદ.....