...ખુશ થવા દે..
આંખોથી આંખો નો ટકરાવ થવા દે
હવે મને પ્રેમ થવા દે
તે ખુશ છે પોતાની દુનિયા માં
હવે તું મને ખુશ થવા દે
એક વાર દિલ આપીને તૂટી ચૂક્યા છીએ
હવે ઘણું ઘણું તો વિખેરાઈ જવા દે
તેને કહ્યું હતું કે "તું નહીં સમજી શકે"
હવે તેને સમજવાની વાત જવા દે
એક દિલ ની ઈચ્છા હતી કે
"તે પાછી આવે જીવનમાં '
પણ હે નાદાન દિલ નાહકની તું એ જીદ જવા દે,
કિરણ ઘણું રડયા તેની યાદમાં આપણે
બસ હવે તો ખુશ થવા દે