Gujarati Quote in Story by Aarti Joshi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખારું ઝરણું
દરવાજો ખટકવા ના અવાજ થી સફાળીઉભી થઈ, માં દરવાજો ખોલે છે. સામે દારૂ પીને પોતાના પગ પર પણ સરખા ઉભા ના રહી શકતા પુત્ર ને જોઈ મોં બગાડે છે. ક્યાં ગઈ ડોસી તારી વહુ ? તેના અવાજ થી બાળકો
પણ ઉઠી ને કોકડું વળી ને બેસી જાય છે, આવે છે તુ નહતો આયવો એટલે તને શોધવા ગઈ છે,
માં ને બૈરી ને ગાળો આપતા આપતા સુઈ જાય છે,બીજે દિવસે સાંજે રોજ ની જેમ દારૂ પીવા ના પૈસા માટે પુત્ર મારપીટ કરે છે, છોકરાઓ માટે સંતાડી રાખેલા પૈસા બચાવવા વહુ ઢોરમાર ખાય છે ને ડોસી દાતરડું ઉપાડી મરણતોલ ઘા કરે છે. પોલીસ આવે છે માં ને લઈ જવા,
લોકો થું થું કરે છે આવી તો માં હોતી હશે ?
માં જતા જતા વહુ ને કહે છે કે
હું પણ માં હતી રાતે રાતે ધણી ને શોધવા જતી ને દિવસે બાળકો ઉછેરતી, અને રોજ ખારા પાણી ના ઝરણા વહાવતી પણ બસ હવે મારા થી શરુ થયેલ તારા સુધી પહોંચતા ઝરણું સુકાઈ ગયુ, હવે વહેવડાવજે ખાલી મીઠા પાણી ના ઝરણા ! જેથી ભવિષ્યમાં કોઈ માં ને
કુમાતા ના થવું પડે.

Gujarati Story by Aarti Joshi : 111265724

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now