Gujarati Quote in Story by Parmar Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગલતી સે મિસ્ટેક..!


"હો રહા હે ક્યું કન્ફ્યુઝ મેરા દિલ..મશવરા મેરા તું આઝમા કે દેખ...
યહી ઉમર હે કરલે ગલતી સે મિસ્ટેક..."
હિમાંશુ ના કાનમાં લગાવેલ ઈયરફોનમાં ધીમા અવાજે વાગી રહેલું ગીત અને સાથે સાથે ફડફડતા તેના હોંઠ.

મુંબઈના ભારે ટ્રાફિકમાં ગોકળગાયની ગતિએ પસાર થઈ રહેલ ટેક્ષી ધીમે ધીમે આગળ વધી રહી હતી, ઊંચી ઊંચી ગગનચુંબી ઇમારતો કે જેને જોઈ કોઈપણ ની ઈચ્છાઓ આસમાનને અડવા લાગે.
વાહનો ના હોર્નના ઘોંઘાટને કારણે માથું પાકી જાય એવા અવાજો આવી રહ્યા હતા.
રોડ વચ્ચે કોઈના લગ્નના વરઘોડાના સંગીતને તાલે નાચી રહેલ લોકો!! જેના કારણે વાહનોને નીકળવામાં મુશ્કેલીઓ પડી રહી હતી.
પણ હિમાંશુને તો જલ્દી આ ઇમારતોના જંગલમાંથી નીકળી જવું છે.
બહુ દૂર નીકળી જવું છે,
જ્યાં શાંતિ હોય જ્યાં તે પોતાના જ મનની વાતો સાંભળી શકે.

અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજમાંથી ડીગ્રી મેળવ્યા બાદ, આજ તેનું આ પંદરમું ઇન્ટરવ્યૂ હતું..!
દર વખતે, "you are not a perfect candidate for this job, your percentages are less than our requirements." આ વાક્ય સાંભળી હવે તે તંગ આવી ગયેલો.
ચીખ નીકળી જતી તેના દિલમાંથી!! જ્યારે પણ આ જવાબ યાદ આવી જતો.
ગઈ રાત્રે ફરી એકવાર એ જ આત્મવિશ્વાસ સાથે હિમાંશુએ ઇન્ટરવ્યૂ ની તૈયારીઓ કરેલી,
તો પણ આજે ફરી એ જ જવાબ મળ્યો..!
આજ એ થાકી ગયો હતો.
આજ લાગતું હતું કે આ જિંદગીનો કોઈ મતલબ જ નથી.

પોતાને ભણાવવા પપ્પાએ કરેલ મહેનત, અને મમ્મીએ જોડેલ એકેક પૈસા કે જે વાપરી તે ભણ્યો હતો, એનું મૂલ્ય પોતે ક્યારેય નહીં ચૂકવી શકે એવું લાગતું હતું તેને.
હિમાંશુ ખાવા પીવાનું ભૂલે પણ ભણવાનું ના ભૂલે, તે જાણતો હતો કે પોતાના મમ્મી પપ્પા ની તે આખરી આશ હતો.
તેની મહેનત રંગ પણ લાવતી, સારા માર્ક્સ સાથે તે ઉત્તીર્ણ પણ થયો, તેની સાથે તેનાં માતાપિતા પણ બહુ ખુશ થઈ ગયાં જે દિવસે સારી કોલેજમાં તેને એડમિશન મળ્યું.
પણ કોલેજના વાતાવરણ સાથે તે મેચ ન થઈ શક્યો અને ભણવામાં પાછળ રહેતો ગયો.

હવે આ દુનિયામાં તેને કશું નથી ગમતું,
જ્યાં બે ટંક ભોજન માટે માણસ રોજ પોતાની જિંદગી નિચોવતો હતો એવી આ દુનિયાથી દૂર જવું હતું તેને..!

તે ગેસ્ટહાઉસ પર આવી ગયો.
બાલ્કનીમાં આવી ઉભો રહી બહારનો નજરો જોઈ રહ્યો.
મનમાં હસ્યો, પોતાના પર..! દુનિયા પર..! જિંદગી પર..!

અને આજે તેને ખરેખર કરી "ગલતી સે મિસ્ટેક"

પડતું મૂક્યું ગેસ્ટહાઉસના ચોથા માળ પરથી.

પડતાં પડતાં તેને લાગ્યું કે આ દુનિયા તેના પર હસી રહી છે.
હવામાં ગુંજતાં ઇન્ટરવ્યુઅર ના અટ્ટહાસ્ય તે સાંભળી શક્યો..!!


© ભાવેશ પરમાર. "આર્યમ્"

મિત્ર વિકાશ્રી ની રચના ને આધારે.

Gujarati Story by Parmar Bhavesh : 111265663
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now