Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનંતતા
ભાગ :૨


ઉમીએ એની બોસ કમ મિત્ર સિયાને ફોન કરી વાત કરી. સિયાએ ધીરજ ધરવાનું કહ્યું.ત્રીજે દિવસે ઉમી ચા નાસ્તો કરી તૈયાર
થઈ ને બહાર આવી ,એને તૈયાર થયેલી જોય
શિવમ પૂછી બેઠો ક્યા જાય છે?ઉમી એ કહ્યું “મારી ઓફિસે હિસાબ લેવા...છ મહિનાથી મારા
પૈસા નથી આવ્યા તો વાત કરી પાછી આવું છુ.”શિવાય તુચ્છ હસ્યો,ઉમી નીકળી ગઈને
થોડી વારમા શિવાય નો ફોન રણક્યો ને શિવાય નીકળ્યો. તેની ગાડી પાછળ એક રીક્ષા
નિકળી જેમા બુરખો પહેરેલી એક સ્ત્રી હતી. ગાડી સીધી એક બંગલા બહાર ઉભી રહી. બંગલામાંથી એક યુવતી બહાર આવી ને શિવાય ની સાથે આગળ બેસી ગઈ.ઉમીએ જોયું કે તેઓ એક રેસ્ટોરાંટ માં ગયા.ઉમી બહાર ઉભી રહી ને રાહ જોતી રહી રિક્ષા છોડી ડુપ્લીકેટ ચાવી દ્વારા કાર ખોલી પાછળની સીટ નીચે છૂપાઈને એવી રીતે બેઠી કે આગળ પ્રેમી પંખીડાની નજરે ન પડે.થોડીવારમાં બન્ને ખુશ ખુશાલ બહાર આવ્યા.ગાડી ઉપડીને બન્ને વાત કરી રહ્યા છે,
પ્રેમની મીઠી મીઠી વાતો ,જેમાંથી અર્થ કાઢીએ તો શિવાય તેને સમજાવી રહ્યો હતો કે
તે થોડા દિવસ કંઇ પણ કરી રોકાય જાય એ છૂટાછેડા લે પછી જ ...આ બનશે.ઉમી વિચારમાં પડી “પુરૂષ ...”
હવે તેને દયા આવી પેલી યુવતી પર, કોણ જાણે એની આંખમાં એક આંસુ ન હતું,પણ મક્કમતા હતી.ગાડી ઓફિસ પાસે ઉભી રહી.
બન્ને ઉતર્યા એટલે પોતે પણ ધીરે રહી પાછળથી ઉતરી, વોચમેન ને આશ્ચર્ય થયું.
પણ મેડમને જોઈ તે સમજી ગયો. ઉમી ઘરે પાછી ફરી,એજ નિયમિત પણે તૈયાર થઈ ને
સ્વસ્થ્ય રીતે શિવાયનું સ્વાગત કર્યુ તેને જમાડ્યો ને પછી ઓફિસની વાત પૂછી તો શિવાયને જવાબ પણ આપ્યો.બીજે દિવસે
તૈયાર થઈ તેણે વકિલ ને બોલાવ્યા હતા તેની
રાહ જોતી બેઠી, શિવાય જઈ રહ્યો હતો તેને
ઉભો રહેવાનું કહ્યું. મનની મક્કમ માનુની સ્ત્રી
એ બંદોબસ્ત કરી દીધો હતો.ન રોકકળાટ ન ધમપછડાટ ન ઉંચા અવાજે વાતચીત.વકિલ
આવ્યા તેમણે નોટિસ શિવાય ના હાથમાં મૂકી
અને અત થી ઈતિ શિવાયને સમજાવી દીધું.
શિવાયને તો જાણે માર્ગ મોકળો થઈ ગયો.
પણ જ્યારે ઉમીએ તેના પિતાના ઘરમાં થી
શિવાય આજે ને હમણાં જશે ને , દાદાના હકદાર તરીકે તેની કોખમાં આકાર લઈ રહેલું
તેનું બાળક ઘરનું માલિક બનશે ને અઢાર વર્ષનું થશે ત્યા સુધી તે તેની પાલક બનશેના
કાગળિયા આપ્યા ત્યારે શિવાય ની ધરતી
પગ નીચેથી ખસી જતી લાગી.પ્રુફ તરીકે પોતે
પાડેલા શિવાય અને યુવતીના ફોટા ને તેઓની
વાતચીત નું રેકોર્ડીંગ સંભળાવી દીધું.છ મહિનાની મોહલત સામે એની એક દિવસની કાર્યવાહી ને લાચાર ને વિવશ બનાવી ઉમીને
સતાવવાની શિવાયની રમત પર પાણી ફરી
વળ્યું . સ્ત્રી હવે આંધળો વિશ્વાસ રાખી જીવવામાં નથી માનતી તેને મન હવે અગ્નિ પરીક્ષા એટલે લાંછન છે,માટે હવે ઉંબરા બહારની દુનિયા જરૂર એનું સ્વાગત છે,નહિ કે
અરરર!બાપડી બિચારી જેવી પરિસ્થિતિ થી હારી ને જીવવું.
બીજે દિવસે સવારે ઉમી પથારી માંથી ઉઠી તો તેને વિચારો આવી ગયા, નોકરી છોડી
દીધી હોતતો...?મનની “અનંતતા”ને ધન્ય કહી તૈયાર થઈ સખેદ દુનિયા સામે લઢવાને પેટમાં ઉછરી રહેલા બીજને “દીકરી” કહી
તે પોતાના “અનંતતાને” પંથે નીકળી પડી.

જયશ્રી પટેલ
૧૩/૧૦/૧૮

Gujarati Story by Jayshree Patel : 111265157
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now