અનંતતા..,
ઊંડો શ્વાસ લઈ ચારે તરફ નજર ફેરવી, મનને મુક્ત કરી ઉમી નિશ્ચિત થઈ ગઈ.અહો છેવટે
શિવાય એક પુરુષ જ હતો. કહેવાય છે પુરૂષ ને મન સ્ત્રી એટલે પગની જૂતી...!અરે શિવ હોય કે શિવાય સમય આવે હૃદય ધરાવતો પણ હૃદયહીન માનવી બની જાય.શંકર ની આરાધ્યા પાર્વતી કેટલી વાર પરીક્ષા આપી ,
તેવીજ રીતે સીતા એ રામના હસ્તકે અગ્નિ
પરીક્ષા આપી.તો ઉમી તો અદકા માનવની જાતીની.
ઉમીએ સમજાવવા ઘણી મથામણ કરી પણ શિવાય ન સમજ્યો કે નોકરી ને છોડી તે
ઘરે બેસી શું કરશે??પણ લાડ કરતા શિવાય એ કહ્યું કે,” હું ઘરે આવું તો તું મારી રાહ જોતી
ઉભી હોય ને પછી આપણે એકબીજા મા ખોવાય ને બસ બેસી રહીએ..લોભામણી આ વાતો એકવાર તો ઉમી ને લોભાવી ગઈ.પણ સમજદાર મન માનવા તૈયાર નહોતું . તેણે તેની ઉપરી અધિકારી ને આ વાત કરી.તે પણ એક સમજદાર સ્ત્રી હતી.બન્ને જણે રસ્તો કાઢ્યો કે ઉમી એ છ મહિના ઘરે થી કામ કરવું.
પણ શિવાયને ગંધ પણ ન આવવા દેવી..
પહેલી તારીખ આવીને ઉમીએ કામ પર ન જઈ ,ઘર મા બધુ કામ શરૂ કર્યુ. શિવાય આવે ત્યાર પહેલા રસોઈ પરવારી ને તે તૈયાર થઈ
ને રાહ જોતી બેસતી. બન્ને આનંદમાં જીવન વિતાવી રહ્યા હતા.નિયમ હતો બન્નેનો કે શિવાય ઉઠે ને તે પહેલા ઉઠાડવાની સુમધુર
ઘંટડી ઉમી હતી,મીઠા આશ્લેષ થી જીવન શરૂ થતું. બહારગામ હોય શિવાય તો ઉમી જ ફોનથી ઉઠાડતી.
આમને આમ છઠ્ઠો મહિનો આવવાની તૈયારીમાં હતો. ઉમી મનથી મક્કમ થઈ ગઈ કે
હવે જોબ છોડી દેશે. ત્યાંજ એક દિવસ રોજની જેમ બહારગામ ગયેલા શિવાયને ઉઠાડવા ઉમી એ ફોન કર્યો ને સામે છેડે ફોન ઉપાડવામાં ન આવ્યો.દસ મિનિટ પછી શિવાય નો ફોન આવ્યો કે તે બાથરૂમમાં હતો.
સાંજ સુધીમાં બે ત્રણ ને બદલે એક જ ફોન
આવ્યો ને એજ બીઝીનું ભૂંગળુ વાગતું રહ્યું .
બે દિવસ શિવાયના લંબાઈ ગયા.ઉમી સમજી
ન શકી.એ પ્રેમના ઉમળકામાં પણ ફરક દેખાયો. બે દિવસ પછી અચાનક ઓફિસથી
મોડો આવ્યો...ઉમીએ કારણ પૂછ્યું તો જવાબ
મળ્યો . મારે શું પળ પળનો હિસાબ આપવો..?
પહેલો ધકો લાગ્યો ઉમીને...!આમને આમ હવે
બે ત્રણ દિવસે ઘરે આવવા લાગ્યો શિવાય.