Gujarati Quote in Gandhigiri by Maulika Shah

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા ફિલ્મ સ્ટાર બચ્ચન સાહેબ ની ટીવી માં એક એડ આવતી હતી,પોલીયો નાબૂદ કરવા માટે.ઘર પાસે ખુલ્લા નાળાથી ગંદકી ફેલાય છે, સ્વછતા રાખો પોલીયો નાબૂદ કરો.
એવખતે પોલીયોની રસી પીવડાવવા માટે અમારે ત્યાં આવ્યા. ત્યારે મેં તેમને કહ્યું કે બચ્ચન સાહેબ ગમે તેટલી એડ કરે કે તમે ગમે તેટલી રસી પીવડાવશો તો પણ કંઈ ફેર નથી પડવાનો.તયારે તેમણે કહ્યું કે કેમ બહેન એમ કહોછો. મેં એમને કહ્યું કે તમે આવો ને જાતેજ જુઓ,એમ કરીને હું તેમને અમારા ઘરની પાછળ લઈ ગઈ.
ઘરની પાછળ ઝુંપડા વાળા જે બાજુ માં મેદાન હતું તેમાં ખુલ્લા માં હાજતે જતા હતાં, અને ગંદકી કરતાં હતાં.પણ તેનાં માટે કંઈ પગલાં લેવાતાં નહતાં.તે ભાઈ સિવિલ હોસ્પિટલના ડૉ. હોવાથી મારી વાત સમજી ગયા.અને ટુંકમાં ભલામણ થી આજે તે જગ્યાએ બગીચો છે.
"સ્વચ્છતા એ પણ એક આપણી જીવન જરૂરિયાતનછે."

મૌલી.

Gujarati Gandhigiri by Maulika Shah : 111264941

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now