Gujarati Quote in Gandhigiri by Dakshesh Inamdar

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Gandhigiri
*ગાંધીગીરી..*
મહાત્મા ગાંધીની પ્રેરણાથી કરી ગાંધીગીરી... રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી એક સર્ટિફિકેટ લેવાનું હતું. કેટલાય ધક્કા ખાધા પછી પણ આપે નહીં..ના મક્કર જ જાય. હું અકળાયો ગુસ્સે થયો. તો મને કહે “અહીં ગુસ્સો નહીં કરવાનો તમારી પેઢીઓનાં જૂતા ઘસાઈ જશે પણ સર્ટિફિકેટ નહીં મળે શું કરી લેશો? આતો રેવન્યુ ખાતું છે.”

મેં વિરોધ કર્યો ઉપરી અધિકારીને ફરિયાદ કરી પણ કોઈ પરિણામ ના મળ્યું. છેવટે ગાંઘી માર્ગે ગાંધીગીરી કરવાનું નક્કી કર્યું.

બીજા દિવસે સવારથી સાંજ સુધી ખાતામાં કામ કરતા કર્મચારી અને સાહેબોના જૂતા પોલિશ કરાવી આપવા માંડ્યા.માંડ પાંચ દિવસ ગાંધી માર્ગે ગાંધીગીરી કરી....
વિરોધ કર્યો. અંતે થાકી શરમાઈ મારુ સર્ટિફિકેટ આપવું પડ્યું.
દક્ષેશ ઇનામદાર.

Gujarati Gandhigiri by Dakshesh Inamdar : 111264541
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now