Gujarati Quote in Gandhigiri by Hitesh Rathod

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાષ્ટ્રપિતા, સ્વપ્નદ્રષ્ટા અને યુગપુરુષ મહાત્મા ગાંધીજીને આજે એમની 150 મી જન્મજયંતિ પર કોટિ કોટિ નમન.

?પ્રથમ દૃષ્ટિએ સરળ પણ વ્યવહારમાં આકરા લગતા પૂજ્ય બાપુના વિચારોમાં વર્તમાન જીવનના તેમજ ભવિષ્યના લગભગ તમામ પ્રશ્નોના ઉકેલ મળી રહે છે.
?ગાંધી વિચારો સૂચવે છે કે બીજી વ્યક્તિની જરૂરિયાતોનો ખ્યાલ રાખી બહુ ઓછા ખર્ચે પોતાનું જીવન જીવવું એમાં જ વ્યક્તિ અને રાષ્ટ્ર્રનું કલ્યાણ છે.
?ઉચ્ચ વિચારો અને સાદું જીવનનો તેમનો જીવન મંત્ર આજે બહુ યથાર્થ જણાય છે.
?ગાંધી વિચારોની ખાસિયત એ છે કે બહુ ઓછા ખર્ચે વ્યક્તિ પોતાનું જીવન આસાનીથી જીવી શકે છે.
?પૂજ્ય બાપુના મતે ગ્રામીણ વિકાસ અને કુટિર ઉદ્યોગના વિકાસથી જ ગામડાઓને સ્વાવલંબી બનાવી શકાશે.
?નિવૃત્ત થવાની વયે પણ તેમની કાર્યશૈલિ અને ઉત્સાહ યુવાનને શરમાવે તેવા હતા.
?મુઠ્ઠી ઉંચેરા માનવી એવા પૂજ્ય બાપુની સાદગી આપણા સંતોને પણ શરમાવે એવી હતી.
?પૂજ્ય બાપુના અગિયાર મહાવ્રતો અને જીવન આદર્શો પૈકી શક્ય હોય એટલા જીવનમાં ઉતારવાનો આજે દૃઢ સંકલ્પ કરીએ.

Gujarati Gandhigiri by Hitesh Rathod : 111264513
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now