સરકી ગયા બધા સમય સાથે
રહી ગયા અમે સવાલ સાથે
એવા જ ગણિતમાં કાચા પડયા
ઉભા રહ્યા'તા જ્યાં વહાલ સાથે
છોડ્યા છે જેમણે એને કેમ છોડું
કરગર્યા અમે બહુ બબાલ સાથે
બધા ભેદ સમજાય ગયા સ્વાર્થના
બુધ્ધિએ સંગત કરી ખયાલ સાથે
ક્યાંક એ જ વાત પર હારવું પડ્યું
ખુદને છેતરુ છું મલાલ સાથે...