નવમા ધોરણમાં ભણતા પ્રવેશ માટે રોજ શાળામાં મોડા આવવાનાં હજાર બહાના રહેતાં. રોજ ક્લાસ ની બહાર ઊભા રહેવાની સજા એને માફક આવી ગયેલી. હવે એને સુધારવા ટીચર તરીકે મારે કંઈક રસ્તો શોધવો પડશે.
આજે મોડો આવ્યો તો ક્લાસ ના બધાં છોકરાં ઓ અે તાળી થી એને વધાવ્યો. કોક દિવસે છોકરાં પાસે એને ગુલાબ નું ફૂલ અપાવડાવ્યું ને કોક દિવસ છોકરાં ઊભા થઈ એને ભેટ્યાં કે એને ચોકલેટ આપી.
હવે એને શરમ આવી ને સમયસર હાજર થતો થઈ ગયો. મારી ગાંધીગીરી પર શાળા ના બધાં શિક્ષકો અે મને અભિનંદન આપ્યાં.