Gujarati Quote in Song by Umakant

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી અરુણ ભાઇ ગોંધલીના સૌજન્યથી
મેઘધનુષી સાંજ
************
ઘનઘોર કાળા વાદળોની આડમાંથી,
વરસાદે તને પૂછ્યું, આવું?
તેં કહ્યું, મારું મન ભીંજાવા તૈયાર નથી,
મારે કો'ક ને મળવું છે પેલે પાર,
વાત એક ના સાંભળી વરસી પડ્યો અનરાધાર.

ઊભો હતો નદીના કિનારે વરસાદમાં
તું આવી મળવા કાષ્ટની હોડીમાં,
હતી ભીંજાયેલ, પણ મનથી તું કોરી હતી,
પરત ફરવા હોડી ઉલેચવી જરૂરી હતી.

તારા કોરા મનને સમજાવતાં,
કદાચ હોડી ડૂબી જાત તારી,
તને ઘરે સુખરૂપ જવા દવું,
એય જવાબદારી હતી મારી.

કોરા મને, વરસાદમાં ઉતાવળે પાછી ફરી,
તારા ભીંજાયેલા અંગોએ મારી મશ્કરી કરી.
હતો જવાબ મારો,
ખબરદાર…! હું ફક્ત એને પ્રેમ કરું છું !

ભલે આજે એનું મન ઉદાસ અને કોરું હતું,
પણ દિલ તો મારા પ્રેમમાં તરબોળ હતું,
હતી વરસાદની હેલીઓ છતાં,
દિલ એક દિદારનું પ્યાસું હતું.

વિવ્હળ નજરથી એક ઈશારો કરી ગઈ,
મળીશું વરસાદમાં ભીંજાશું તન-મનથી
વરસાદની સાંજ મેઘધનુષી કરી ગઈ.
- અરૂણ ગોંધલી

Gujarati Song by Umakant : 111264263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now