Gujarati Quote in Gandhigiri by Brijesh Jivani

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડેડીયાપાડાના જંગલોમાં પથરાળ કેડી ઉપર સાદા, સસ્તા પણ સ્વચ્છ કપડામાં એક સાયકલ સવાર પસાર થઈ રહ્યો હતો. સવારના ખુશનુમા વાતાવરણમાં પ્રકૃતિની સુગંધ એના પગમાં તાકાત અને મનમાં ઉત્સાહ ભરી રહી હતી. એના ખભે જાડા કાપડની બેગ લટકી રહી હતી. બેગમાં રહેલો સામાન એના માટે મૂલ્યવાન હતો કારણકે તે એની કમાણીનો મુખ્ય સ્ત્રોત હતો.
જંગલમાંથી વહેતા સ્વચ્છ પાણીનો પ્રવાહ આગળ કેડી ઉપર થી પસાર થઈ રહ્યો હતો. પાણીમાં ચાર-પાંચ નાના શ્યામ રંગી નાગોળીયા બાળકો ધુબાકા મારી રહ્યા હતા.
સાયકલ સવારે એની સાઈકલને પાણીના પ્રવાહની વચ્ચે ઉભી રાખી. આદિવાસી બાળકો એને આનંદથી જોઈ રહ્યા હતા. એને પાટલુનના ખિસ્સામાં હાથ નાખી થોડી પીપરમેન્ટ બહાર કાઢી. બાળકોએ ખુશખુશાલ ચહેરે દોડીને એના હાથમાંથી પીપરમેન્ટ લઇ લીધી.
આગળ ઢોળાવ હતો. ઢોળાવ પૂરો થતાં કેડીની જમણી બાજુ થોડે દુર આઠ-દસ ઝૂંપડા હતા. સાયકલને કેડીની પાસે એક વૃક્ષની છાયામાં ટેકવીને એ પેલા ઝૂંપડાઓ તરફ આગળ વધ્યો. બેગ ખભેથી ઉતારી હાથમાં લઈ લીધી હતી. એક ઝૂંપડામાં પ્રવેશતા એની નજર જાડા, મેલા કપડાને માથા ઉપર ઓઢીને ખાટલામાં ટૂંટિયું વાળીને પડેલી માનવ કાયા ઉપર પડી. એની આંખોમાં કરુણા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ઝડપથી આગળ વધી ખાટલા પાસે ઉભડક બેસી પેલી કાયા ઉપરથી મેલી ચાદર હટાવી. એ એક બીમાર આદિવાસી જુવાન હતો.
સાયકલ સવારે એના માથા ઉપર હાથ મુક્યો અને એની આંખો, જીભ અને નખ તપાસ્યા. અહીં કોઈ લેબોરેટરીની સગવડ ન હતી, પરંતુ એની પાસે અનુભવ હતો. એને વાયરલ ઇન્ફેક્શનનું નિદાન કરી બેગ ખોલી એક ઇન્જેક્શન ભર્યું. બાવડાં ઉપર ઠંડા સ્પિરિટનું પોતું ઘસીને હળવા હાથે ઇન્જેક્શન લગાવ્યું. બેગમાંથી થોડી દવાઓ કાઢી પેલાના હાથમાં મૂકી. દવાઓ લેવા વિશે સૂચના આપી બેગ બંધ કરી.
એ સાયકલ સવાર એક એમબીબીએસ ડોકટર હતો જેને મન પૈસા કરતા સેવાનું મૂલ્ય વધારે હતું. ગરીબોની સેવા અને એ નિઃસ્વાર્થ સેવા થકી પ્રાપ્ત થતું પુણ્ય એજ એની કમાણી હતી.
ખભે બેગ લટકાવી એ ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. સૂર્યનો તાપ હવે વર્તાતો હતો. કપાળ ઉપર રૂમાલ દબાવી એને પરસેવાના બુંદ સાફ કર્યા.
સાઈકલને ઘુમાવી એ સવાર થયો. ઢોળાવ ઉતરી પાણીના પ્રવાહ પાસે સાયકલ ઉભી રાખી. નીચે ઉતરી સ્વચ્છ પાણી માં હાથ મોઢું ધોઈ સાયકલ મારી મૂકી.
જંગલમાં દૂર એક કોયલ મીઠા સુરોમાં ગાઈ રહી હતી - "વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે..."

Gujarati Gandhigiri by Brijesh Jivani : 111264067
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now