*થોડા દિવસ પહેલાં વરસાદ સતત ચાલુ રહેતા પાણી ઘરોમાં આવી ગયુ.. બે દિવસ સોસાયટીમાં કાદવ અને લીલ જામી ગઈ હતી..ત્રીજા દિવસે સફાઈ કામદારો ન આવતા સોસાયટી પ્રમુખે બહારથી સફાઈ મજૂર બોલાવ્યા, મજૂરોની કિંમત વધારે હોવાથી પ્રમુખએ માંગણી નકારી..સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હતો.. મેં બાજુ માં રહેતી રીમ્પલને વાત કરી કે આપણે જાતે સફાઈ કરીએ.. અમે બંને સફાઈ કામ આદર્યું., અમને જોઈ સોસાયટીની મહિલાઓ પણ આવી ગઈ,કેટલાક પુરુષો જોડાયા.. બે કલાકની જહેમત બાદ સોસાયટી એકદમ સ્વચ્છ થઈ ગઈ,પ્રમુખશ્રી એ કહ્યું તમે પહેલ ના કરી હોત તો રોગચાળો થવાની શક્યતા હતી.. લોકોએ મારા કામને બિરદાવ્યુ..*