સતત વહેતા રહેવા ની લ્હાય માં ક્યાંક કાચું કપાયું ,
એષણા ઓ ને પામવા ની દૌડધામ જીવન બફાયું.
જિંદગી ને આસાન સમજી બેખૌફ બની જીવી રહ્યા હતા,
એક નક્કર થપાટે જીવન વિગતવાર સમજાવ્યું.
ભીતર ના તરંગો ઉછળી કિનારે પહોંચવા ઉત્સુક હતાં,
સામે આવતી લહેરે તરંગો એનું ઠેકાણું બતાવ્યું.
સમસ્યાઓ ના સાગર માં ડૂબકાં ખાઈ રહ્યા હતા,
કુદરતે બચવા માટે તરણું પકડાવ્યું ....
~અદ્વૈત