બાળવાર્તા ન:૨
શૂન્યની કિંમત
નમસ્તે બાળકો,
તમે તો નવા જમાના ના બાળકો ,તમને તો રાજા,રાણી,દેવ કે રાક્ષસની વાર્તા ન ગમે..ટેકનીકલના જમાનામાં તમને એક સરસ ટેકનીકલની જ વાર્તા કરૂ...છુ
રાહુલ ખૂબ જ ડાહ્યો ને સમજુ વિદ્યાર્થી ,તે બધીજ રીતે હોશિયાર .યુનિફોર્મ પહેરે તો સ્વચ્છ ને બૂટ મોજા સાફ સૂથરા. દરેક વસ્તુનું ગ્રહણ કરવાનું ,સારામા સારી રીતે જ્ઞાન મેળવવું ને વિનય થી વર્તવું.આથી બધા શિક્ષકોને તે ખૂબ પ્રિય હતો.
એકવાર તેના જ ગણિતના સાહેબે તે લોકો ને આંકડા બનાવ્યા એટલે કે એક ના આંકડાવાળા બે છોકરાં,બેના આંકડાવાળા બે ,ત્રણ ના બે આમ નવ ના બે ..અને શૂન્યના બે . ત્યાંતો રિશેષ પડી તેથી સાહેબે રિશેષ પછી સમજાવાનું ઠેરવ્યું . રિશેષ પૂરી થતા બધા કક્ષામાં આવ્યા. એકથી નવ વાળા બાળકો પંક્તિ મા ઉભા રહ્યા પણ શૂન્ય વાળો રાહુલ અને રવિ અલોપ ન તેમનું દફતર દેખાય ન તેઓ.
સાહેબે બાળકો ને કહ્યું ,”શોધી ,”લાવો !તેઓને નવાઈ લાગી રાહુલ જેવો સમજુ વિદ્યાર્થી આવું કેમ કર્યુ?
તે બન્નેને શોધવા વર્ગ નો અનાડી ટીનુ ગયો.મનમા રાજી થતો હતો કારણ એને થતું હતું કે આજે તો રાહુલની મજા જ છે? રાહુલને મનમાં હતું કેમને શૂન્ય કેમ બનાવ્યો ? શૂન્યની કિંમત શુ?કાંઈજ નહિ? પણ સાહેબના ડરને લીધે વર્ગ મા આવ્યો. સાહેબે કારણ જાણ્યું ત્યારે તેને ઠપકો નહિ પણ શૂન્યનું મહત્વ સમજાવ્યું.
સાહેબે પહેલા એકથી નવ ને ઉભા રાખ્યા,પછી શૂન્ય સાથે બીજા એકને પહેલા ને શૂન્ય ને બાજુમાં પછી પૂછ્યું કે શૂન્ય થી એકની કિંમત શુ બની??બાળકો એક સાથે બોલ્યા,”1️⃣0️⃣। દસ”તો હવે શૂન્ય વધારે કે દસ?તેવીરીતે 1️⃣0️⃣0️⃣એક સાથે બે શૂન્ય લગાડ્ય તો સો નો આંકડો બન્યો.હવે રાહુલ ની સમજમાં આવ્યું કોઈ નાનું મોટું નથી બધાની કિંમત પોતપોતાની જગ્યાએ બરાબર ને યોગ્ય રૂપે હોય છે.
નાની ચીજ વસ્તુ કે આંકડો ,કાર્ય કે
પદ્ધતિ તેની યોગ્ય જગ્યા પામે એટલે એ પ્રમાણસર કાર્ય કરેજ.રાહુલ તે દિવસે આ પાઠ જીવનના પહેલા ક્રમે શીખ્યો .
બોલો બાળકો સમજાય ને શૂન્યની કિંમત.
જયશ્રી પટેલ
૨૮/૯/૧૯