Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અમાસ* લેખ..... ૨૮-૯-૨૦૧૯


અમાસની કાળી અંધારી રાત પછી એક નવી ઉજળી સવાર હોય છે. આપણે ત્યાં અમાસને ખરાબ ગણવામાં આવે છે કે અમાસે કોઈ સારુ કામ ના થાય નહીં તો નુકશાન થાય.... પણ એવું હોતું નથી મરણ અને જન્મ કયાં અમાસ કે પૂનમ જોઈને આવે છે... જેટલા નેગેટિવ વિચારો કરીશું એટલું જ નુકસાન થશે માટે અમાસ ને પણ પોઝિટિવ વિચારો સાથે અપનાવો ... અમાસ તો બહુચર માતાજીની ભરવામાં આવે છે.... અમાસે સાત્વિક રીતે મંત્ર, તંત્રની ઉપાસના કરવાથી ત્વરિત ફળ મળે છે.... તો હવે વિચારો કે અમાસ કઈ રીતે નુકસાનદાયક છે ??? કુદરતની કોઈ રચના થી નુકસાન નથી બસ આપણા જ જેવા વિચાર અને આચાર હોય એવો પડઘો પડે છે અને એમ ઘટના ઘટે છે અને અમાસ નાહક બદનામ થાય છે.... આપણે અમાસને ભૂત, પ્રેત સાથે જોડી દીધી છે અને એક ડરનો માહોલ ઉભો કર્યો છે.. અને તાંત્રિકો અને અઘોરી લોકો સ્મશાનમાં સાધવાનો દિવસ બનાવી દીધો જેને આપણે કાળા જાદુ તરીકે ઓળખીએ છીએ.... આમ અમાસ તો સૃષ્ટિ ના રચયિતા નો ભાગ જ ભજવે છે.... સાચા અને સારા લોકો માટે અમાસ કે પૂનમમાં કોઈ જ ભેદભાવ હોતો નથી.... સૃષ્ટિ નો ક્રમ છે એમ જ ફરતું રહે છે ચક્કર અને આપણે ખોટી અંધશ્રદ્ધા ને પોષણ આપતા રહીએ છીએ.... આજ સુધી બધાએ પૂનમ પર ગીતો, ગરબા બધું લખ્યું પણ કોઈએ અમાસ પર હજુ લખ્યું જ નથી .... શા માટે????
ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Blog by Bhavna Bhatt : 111262501
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now