#આદત
મને તારી બધી જ આદતો ખબર છે.
મારો વીડીયો કોલ આવે ત્યારે,
તારુ કલરફુલ દિવાલ આગળ આવીને ઉભા રહેવુ.
હુ તને લેવા આવુ અને મારી ગાડીનો હોર્ન સંભળાય ત્યારે તારુ અરીશામા જોવુ, વાળ સીધા કરી,
નવા લાવેલા જુમકા પહેરવા.
બધુ જ ખબર છે મને.
મારા વીખરાયેલા વાળ સીધા કરવાને બહાને મને અડી લેવુ, કે પછી બીજી વાતોમા ઉલજાવી મારી ચા ની ચુસકી મારી લેવી. ખયાલ છે મને.
હુ તારી આદતો જાણતો રહ્યો અને,
તુ મને માણતો રહ્યો. સમય બસ આમાને આમા જ વિતતો રહ્યો.
હવે આવી છે વેળા ચુમીલે મને,
નહી તો વીસરાવવાની નવી આદત બનાવી લે મને.
-રેરા