સાધારણ લાગતી વાત
હું અને મારા મિત્ર નોકરી પરથી રાત્રે લગભગ પોણા આઠ વાગ્યે પાછા ફરી રહ્યા હતા.વરસાદ પણ થોડો થોડો ચાલુ હતો.તેવામા અમારી ગાડીની આગળ બીજી ફોર વ્હીલર ગાડી જતી હતી.અને તેની પાર્કીગ લાઈટ સતત ચાલુ હતી.જેથી ધ્યાન એ તરફ ભટક્યા કરતું હતું. જોકે હું ગાડી ડ્રાઈવ નહોતો કરતો પણ મને વિચાર આવ્યો કે મારી જેમ બીજાનું પણ ધ્યાન ભટકતું જ હશે ને? તો મારો કહેવાનો આશય એ છે કે વાહન ધ્યાન થી હંકારો અને બીજા ને ખલેલ પડે એવી બિનજરૂરી લાઈટ,હોર્ન વાપરવાનુ ટાળવું જોઈએ. જાતે સલામત રહો અને બીજાની સલામતી જોખમાય એવું કૃત્ય કરવું નહિ.
જય હિંદ..... શુભ રાત્રી......