ગાંધી જયંતી નિમિત્તે ..
આજે સોશિયલ મીડિયા પર એક પણ ગાંધીજીના ફોટો શેર ન કર્યાં કે ન તો ગાંધી વિચારો પોસ્ટ કર્યાં.
આજે એક પણ વર્તમાનપત્રમાં મારા તરફથી ગાંધીજયંતીની શુભકામના ન અપાઈ.
આજે ક્યાંય ગાંધીજીના જીવન ઉપર લાંબા લચક ભાષણો ન આપ્યા.
બસ શહેરના હાઇવે પર ઝુંપડામાં વસતા ગરીબ બાળકો પાસે આજની સાંજ વિતાવી તેમને મીઠાઈ વહેચી, અને સરકારી યોજનાનો લાભ મેળવવા સમજાવ્યું. ગરીબ વિસ્તારના લોકોને દારૂ છોડવા સપથ લેવડાવ્યા અને તેમના વિસ્તારમાં ગંદકી દુર કરવા સાફ સફાઈ આદરી... બસ, ખાસ કઈ કર્યું નથી આ ગાંધી જયંતી ના દિવસે.
@કેતન મોટલા ‘રઘુવંશી’