આવોને કાન્હા (?રાધે )આપણે સાથેમળી
નામ રૂપી મૂડીથી કરીએ વ્યોપર
તુ બન વોપરી હુ બનું ગ્રાહક
આપણ બેની ખુબ જામશે જોડી
નામ રૂપી નગદ રોકડા આપું
તું આપ મને તારાં શ્રી ચરણૉમાં સ્થાન
હુ આપુ મારા સ્વાસોની દોરી
તું આપ મને તારા નામરૂપી ભક્તિની પ્રસાદી
હુ મારા અસૃજલ રૂપી જળથી તારા ચરણો પખારું
તું આપ મને તારા રૂપની ઝાખી
હું ચઢાવું તને શ્રદ્ધાસુમન
તું આપ મને તારા નામની અવીચળ ભક્તિ
કહે છેશાસ્ત્ર કેભગવાનને ભકત અતિ વહાલો
તો પછી તું સાનેલગાવે આટલી વાર ઓ વાલા
પલભરમાં સમય વીતી જશે યમડાંનું તેડું જો આવશે મારી તારાનામ રૂપી મુડીsu કઈ કામના લાગશે
જૉ જે મારે ખાલીહાથ ના જવું પડે
આ અમૂલ્ય સોદો વ્યર્થના જાય
જય શ્રી ક્રિષ્ના તને દીલથી સત સત પ્રણામ .