Gujarati Quote in Poem by Hiren Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દો પણ હરીફાઈ લગાવે છે જ્યારે હૃદયમાં તમારો વિચાર આવે છે,
શું કહું તમને ?
કે તમારા વિના મારું આ લખાણ પણ અધૂરું..

ચહેરાનું સ્મિત પણ શરમાય છે જ્યારે હૃદયમાં તમારો વિચાર આવે છે,
શું કહું તમને?
કે તમારા વિના મારું આ સ્મિત પણ અધૂરું..

જીવનની દરેક ક્ષણ પણ લંબાય છે જ્યારે હૃદયમાં તમારો વિચાર આવે છે,
શું કહું તમને ?
કે તમારા વિના મારું આ જીવન પણ અધૂરું..

પ્રેમની પરિભાષા પણ બદલાય છે જ્યારે હૃદયમાં તમારો વિચાર આવે છે,
શું કહું તમને ?
કે તમારા વિના મારો આ પ્રેમ પણ અધૂરો..

ફક્ત હિરુની પ્રિયતમ માટે......

Gujarati Poem by Hiren Shah : 111261222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now