વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ રશિયાના એક મહાન તત્ત્વચિંતકને કોઈએ પૂછ્યું તમે આટલા મહાન ફિલોસોફર છો છતાં હજુ સુધી તમારી પ્રતિમા કેમ નથી મૂકાઈ ત્યારે એ તત્ત્વચિંતકે બહુ સરસ જવાબ આપ્યો, કહ્યું: મારી પ્રતિમા મૂકાય અને કોઈ પૂછે કે આ કોની પ્રતિમા છે એના કરતા કોઈ એમ પૂછે કે તમારી પ્રતિમા હજી કેમ નથી મૂકાઈ એ મારા માટે મોટું સન્માન છે.