વિશ્વ દીકરી દિવસ..??
દીકરી વડે વિશ્વ છે.કેટકેટલું લખાયું દીકરીઓ માટે, દીકરી ને પારકી થાપણ ગણનાર ભારત દેશની દીકરીઓ
આજે ચાંદ સુધી પહોંચી ,વિમાન ઉડાવાથી માંડી નાનું સ્કૂટર ને જહાજ મા ની કેપ્ટન ને મેદાનોની રમત મા પ્રથમ કક્ષાએ રમતવીરાંગના છે. કલમની તલવાર હોય કે નાનો મોટો તખ્તો હોય તે તેની સૂત્રધાર છે.ભ્રૂણહત્યાનો હિસ્સો બનનારી દીકરી ને જન્મ આપનારી દીકરી જ છે.રૂમાદેવી જેવી દીકરી જેણે ઘૂમટામા રહી ફૅશન ની દુનિયાને માત આપી દીધી છે.ડાયરી ઓફ ધ યંગ ગર્લે અંધારી કોટડીમાં રહી ડાયરી લખી હતી..જે એક સમયની બાઇબલ બાદ સૌથી વધુ વંચાતું પુસ્તક હતું જે એણે ૧૨/૧૩ વરસે લખ્યું હતું .સામાન્ય ડાયરી જ હતી તે...*વિશ્વની દરેક દીકરી ને વિનંતી છે મારી ,”મનને ન મારો ,સત્યને ન છોડો ,જીવન ને જીવ આપનાર આપણે છીએ ,વિશ્વનું સર્જન ભગવાન પછી આપણા થકી છે.તો દીકરી હોવાનું ગર્વ અનુભવો..
સર્જક બનો વિશ્વ સર્જક.*
જયશ્રી.પટેલ
૨૨/૯/૧૯