*પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના તાજેતરના ૧૭ સપ્ટેમ્બર ના ઉજવાયેલા જન્મ દિવસ ને રાજ્યભરના ૧૫૦૧૦ જેટલા સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રોના યુવાઓએ સેવા હી પરમો ધર્મ સૂત્ર સાથે ઉજવી ને ૨૫૨૫૨ માં કાર્ડ અને ૪૬૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ દ્વારા ૭૧૯૦૩ ગરીબ જરૂરતમંદ વ્યક્તિઓ પરિવારો ને વિના મૂલ્યે આરોગ્ય સેવાઓ મળે તે માટેનો એક નવો રાહ ચિંધ્યો છે*
*એટલુંજ નહિ જીવન બાદ પણ જીવન ની સંકલ્પના સાકાર કરવા અંગ દાન માટે લોકોને પ્રેરિત કરી નેત્રદાન અંગ દાન દેહ દાન માટેના૨૪૩૬૧ સંકલ્પ પત્રો પણ મેળવ્યા છે*
*માં અને આયુષ્યમાન ભારત યોજના ના કાર્ડ વિતરણ ની સંખ્યા માં મુખ્યત્વે જિલ્લાઓ ની વિગતો જોઈએ તો સૌથી વધુ લાભાર્થીઓ બનાસકાંઠામાં આવરી લેવાયા છે આ જિલ્લામા ૨૨૦૨ મા કાર્ડ અને ૨૬૯૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા છે*
*સાબરકાંઠામાં આ સંખ્યા અનુક્રમે ૧૧૧૦ અને૧૪૫૦ ની તેમજ રાજકોટમાં ૨૦૯૯ મા કાર્ડ અને ૨૮૩૩ અંગદાન સંકલ્પ પત્રો થયા છે*
*ખેડા જિલ્લામાં વિવેકાનંદ યુવકેન્દ્રો ના યુવાઓ એ ૨૧૫૯ માં કાર્ડ અને ૨૯૩૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કર્યાં છે*
*ભાવનગર માં ૧૪૦૨ મા કાર્ડ અને૧૧૧૨ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ સુરેન્દરનગર માં આ સંખ્યા ૧૭૮૮ અને ૩૦૪૨ ની રહી છે*
*મુખ્યમંત્રીશ્રીએ ઝોનલ કેન્દ્રોના યુવા સંયોજકો સાથે બેઠક યોજીને તેમના આ અભિનવ સેવા કાર્યને બિરદાવ્યું હતું*
*મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ની પ્રેરણા અને માર્ગદર્શન થી ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના માધ્યમ દ્વારા યુવા શક્તિ ને રચનાત્મક માર્ગે વાળી આવતીકાલ ના સક્ષમ રાષ્ટ્ર ના ઘડતર ના આધાર બનાવવા રાજ્યના ૩૩ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રો ની રચના કરવામાં આવી છે*
*રાજ્યભરમાં આવા ૧૫૦૧૦ સક્રિય યુવા કેન્દ્રો કાર્યરત છે*
*યુવા કેન્દ્રની બહુવિધ પ્રવૃત્તિ તહેત સરકારની યોજનાઓ ની માહિતી અને લાભ તથા સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે*
*આ યુવા કેન્દ્રો ના યુવાઓ આવનારા દિવસોમાં સૌર ઊર્જા ના મહત્તમ ઉપયોગ માટેની સોલાર રુફ્ટોપ યોજના ના વ્યાપક પ્રસાર સહિત પોષણ અભિયાન અને લોકો ના પ્રશ્નોના ઘર આંગણે નિવારણ ના ઉપક્રમ સેવસેતુ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમ માં યોગદાન આપવાના છે*
#GRYB ..