માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીના એ ઘરની દિવાલ માં થી આવતી એ પપ્પા ના પરસેવા ની સુગંધ મને ખૂબ યાદ આવે છે.
માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીના એ બનેલા ઘરની હવાથી મને મમ્મી તારા હાથની રસોઈની એ સુગંધ મને ખૂબ યાદ આવે છે.
માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીના બનેલા એ ઘરના આંગણામાં મને મારા બાળપણની એ ખિલખિલાટ ખૂબ યાદ આવે છે.
માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
એક ઘરમાં પાપા પગલી ના પગલાં પાડતા મારા ભાઈના એ નાના પગ મને ખૂબ યાદ આવે છે.
માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીના બનેલા એક ઘરની ડેલી મને ખૂબ યાદ આવે છે,
સાંજ પડતી ને જ્યા ઊભા રહી પપ્પાની રાહ જોતા એ દિવસો મને ખૂબ યાદ આવે છે.
માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
નાનપણમાં રમેલ હરેક ભાઈ જોડે રમેલી રમતો મને ખૂબ યાદ આવે છે.
માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
નાનપણમાં એ ઘરમાં જ્યારે ભૂખ ન હોય છતાં મમ્મી જમાડવા માટે જ્યારે પાછળ દોડતી ને એ દિવસો મને ખૂબ યાદ આવે છે,
પણ આજે જ્યારે ભૂખ લાગે છે ને ત્યારે એવો પ્રેમ દેખાડીને જમાડવા માટે પાછળ દોડવા વાળું કોઈ નથી.
માટીનું બનેલું એ ઘર મને ખૂબ યાદ આવે છે,
માટીનાં એ ઘરના ખુણામાં પડેલી એ સાઇકલ મને ખૂબ યાદ આવે છે,
પપ્પા તમે ગમે એટલા થાકીને આવ્યા હોય ને પણ અમારી એક માંગ પર અમને સાયકલ ઉપર બહાર ફરવા લઈ જતા એ દિવસો મને ખૂબ યાદ આવે છે.
- નૂપુર છાયા ઓઝા