. ?? *શક્તિ*
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
યુગ યુગમાં રહેલા મારા અંશને ભક્તો,
મહાકાલ કહે,મુજ સમાન કોઈ શક્તિ નહિ.
ભૂત ભવિષ્યને વર્તમાન મારી અંદર રાખું,
કાળને રોકી લવ કેમકે મુજ સમાન કોઈ શક્તિ નહિ.
બ્રહ્માંડને રાખું ત્રિશુલમાં દુનિયા મારા ડમરૂમાં,
ભક્ત માટે લડી પડું કેમ કે મુજ સમાન કોઈ શક્તિ નહિ.
કર્મોને મારી મુઠ્ઠીમાં અને સમયની ઉપર ચાલ રાખું,
કહે કઈ શક્તિ,એમને કહું મુજ સમાન કોઈ શક્તિ નહિ.
દુનિયાને નડતર અને કર્મ ફળ દેનાર શની મારો શિષ્ય,
કઈ શક્તિ રોકે,મુજ સમાન કોઈ શક્તિ નહિ.
અગ્નિ મારી એક આંખમાં અને ગંગાને રાખું મસ્તકે,
શક્તિનો પણ હું નાથ,મુજ સમાન કોઈ શક્તિ નહિ.
*મુજ સમાન કોઈ શક્તિ નહિ*
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
_*TRUST ON GOD*_