બારણાં ખુલ્લા રાખી તમને મળવું છે
ફરી એક વાર મન તમારું કળવું છે
થીજી ગયેલ પળો પણ જીવંત હોય છે
જામી ગયેલ બરફને હવે ઓગળવું છે
આમ તો ક્ષિતિજ પાર પહોંચી ગયો છું
રસ્તો હજુ જો મળે તો બસ ભળવું છે
મને નિશ્ચેત માની સહુ ભેગા થયા છે
છેલ્લો અચંબો આપવા સળવળવું છે
આ જુવો કેવું અંધારું ઘોર ચારેકોર છે
બસ એક લસરકો થઇ ઝળહળવું છે