Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટૂંકી વાર્તા...
રજની..
રજની મધ્યમ વર્ગીય યુવતી પણ માતા પિતા ની લાડકી.ભણાવી ગણાવી ને સંસ્કારો નું સિંચન કરેલું..તેથી નોકરી કરવા જતી તો પણ માતા પિતા ને તેના પર પૂર્ણ વિશ્વાસ હતો.પિતા તેના માટે તેમના જેવું સામાન્ય કુટુંબ શોધતા હતા.
રંજન અમીર ઘર નો છોકરો હતો .દાદાનો લાડકો પણ ભણ્યો ગણ્યો ને સંસ્કારી હતો.તેને માટે મોટા ઘરના માગા આવતા પણ રંજન કહેતો મને મારી રીતે જ શોધવા દેશો તો હુ ખુશ થઈશ ને સુખી થઈશ. દાદા ની મંજૂરી પણ માતા પિતા હાય સોસાયટી ને શોભે તેવી જ છોકરી ની તલાશ ભલભલા મોટા ઘરની છોકરીઓ ને એણે વિનયપૂર્વક ના કહી પાછીવાળી.
મુંબઈ વિશાળ નગરી ..અચાનક ભારી વરસાદને વાવાઝોડું ફૂંકાયું જોત જોત જોતા મા જળબંબાકાર ..ચારે તરફ થી પાણી જ પાણી.રેલ્વે બંધ,બસ મા માનવ મહેરામણ ઉભરાયું...આવાજ એક લોઅરપરેલ ના બસ સ્ટોપ પર રજની સાવ એકલ દોકલ અવર જ્વર થતી ત્યા બસ ની રાહ જોતી ઉભી હતી.રંજન ગાડી લઈ પસાર થયો તો તેને થયું આવા વધતા વરસાદ મા આ છોકરી ને મારે મદદ કરવી જ રહી . રંજન ની ગાડી ઉભી રહી પણ રજની ને અજાણ્યા માણસ જોડે ખચકાટ થયો.રંજને સમજાવ્યું ત્યારે એ તૈયાર થઇ. આખા રસ્તા મા મૌન ..ને ગભીરતા .આગળ સંકોચાય ને બેઠેલી રજની ને જોઈ રંજન ને થયું આ ચહેરા પર સાદગી ને સંસ્કારો ની ચમક જે હુ શોધતો હતો ..એજ છે. ગાડી વળાંક લેતા રજની ને ઝટકો લાગ્યો..ભગવાનનું નામ જપતી ને મન મા પસ્તાવો કરતી તે ચુપચાપ બેસી રહી..ઘર આવતા જલ્દી જલ્દી ઉતરી ને ત્યાંજ રંજને તેનું નામ પૂછ્યું ને ...."રજની" કહી ન આભાર ન થેન્ક્યુ ને તે પાછળ જોયા વગર ભાગી.તે ઘર મા પ્રવેશી। ત્યા સુધી રંજન ઉભો રહ્યો ને પછી એક નાના મલકાટ સાથે ઘર જઈ શાંતિ થી સૂઈ ગયો. રજની રાતના સૂઈ ન સકી ..અનેક વિચારો ને રૂદન ..અંતે તેણે માતા પિતા ને રાત્રે જ બધુ કહ્યુ ને હવે આવીરીતે તે કોઈની સાથે નહિ આવે નું વચન આપી ભારી મને સૂઈ ગઈ..તેને રંજનની સજ્જનતા પર માન પણ થયું હતું..
સવાર પડી રજની ના જીવન મા એક સુંદર સવાર લઈને આવી. ડોર બેલ વાગ્યો ને પિતાએ દરવાજો ખોલ્યો તો રંજન દાદાજી સાથે ઊભો હતો...રજની અવાક જ રહી ગઈ...દાદાજી એ પિતા પાસે રજની ના હાથની માંગ કરી...એક નાની પરીક્ષા "સંસ્કારો" ની બન્ને ના મિલન ના પરિણામ નું કારણ બની ગઈ.રજની ના જીવન મા "રજની" મંગલ પ્રભાત બની ને આવી ગઈ.પૂર્વ જન્મ ના કર્મે વરસાદ ની રાતે છૂટા પડેલા આ બે જીવ વરસાદની રાતે ભેગા થઈ ગયા...જોડા તો ભગવાન ઉપરથી જ બનાવીને જ મોકલે છે...!!

જયશ્રી.પટેલ
૨૦/૯/૧૭

Gujarati Story by Jayshree Patel : 111258215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now