આજ દિલે પટારો ખોલ્યો છે
સંસ્મરણનો
હું અવાક થઇ ગયો ઢગ જોઇને
ઓહ!આહ! વાહ! બોલાઇ ગયું
અ...ધ...ધ..ધ આ બધામાંથી
હું હેમખેમ પસાર થઇ ગયો
એકપણ ખરોંચ વગર
ના સંભવિત એ
ભલા કાજળની કોટડીમાં રહી
કાળાશના અંશ વગર
બહાર નીક્ળી શકાય?
પણ. ખરેખર ખેલ આબાદ
ભજવાઇ ગયો...
કેટલાય પ્રસંગો હતા હાજર
મારા. શૈશવથી માંડીને આજ સુધીના
પણ દરેકના ચહેરા પર
જુદા જુદા ભાવની લિપિ અંકીત. હતી.
આજ તો ઘણાનો સાથ છૂટી ગયો છે
ઘણાનો હાથ છૂટી ગયો છે
પણ આજેય સ્મરણની ઝલક
રણમાં.મીઠી વીરડી સમી લાગે છે.!