એક સરકારી કર્મી પોતાની પ્રેમિકા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ નોંધ સ્વરૂપે કંઈક આ રીતે મૂકે છે:
માન. મહોદયા,
દિલની વાત સાદર રજૂ છે,
આમ તો લખવા સિવાય બીજું કોઈ ગજુ નહિ મારું
એટલે પ્રેમને શબ્દોમાં રજૂ કરી
આપના નમ્ર ધ્યાને મૂકવા પ્રયાસ કરું છું,
શબ્દો સ્વયં સ્પષ્ટ છે ધ્વજ - અ પરના
જે વંચાણે લેવા વિનંતી,
સંવેદના સાદર કરી છે પરીશિષ્ટ - ક પર
ગ્રાહ્ય રાખવા જોગ લાગે તો વિચારણામાં લેશો,
સરકારી નોંધ પર લાગણીઓ બહુ શોભે નહિ,
એટલે અલગથી બિડી છે એને પરબિડિયે,
વારંવારના સ્મૃતિપત્રો છતાં
લાંબા સમયથી પડતર છે મારો પ્રેમ આપ પ્રત્યે,
એટલે પ્રસ્તુત બાબતે હવે વધુ વિલંબ ન કરતા
આપની કક્ષાએથી ઘટતું કરવા યોગ્ય તે
નિર્ણય અર્થે સાદર...