##@.... એવોર્ડ વાપસી..
કોઈ પણ ક્ષેત્ર ના કલાકારો ને અપાતા એવોર્ડ એમની કોઈ ધર્મ કે સંપ્રદાય પ્રત્યેની નિષ્ઠા માટે નહિ પરંતુ....
સમાજ કે રાષ્ટ્ર ના બહુમૂલ્ય રત્ન તરીકે ગણી એમની અંદર રહેલી કલા ને બિરદાવવા માટે અપાતા હોય છે ...
એટલા માટે જ,
કોઈ પણ કલાકાર પોતાની પ્રસિદ્ધિ કે પોતાના ઉંચા સ્થાન માટે હંમેશા સમાજ કે રાષ્ટ્ર નો ઋણી ગણાય...
કોઈ પણ ક્ષેત્ર માં પુરસ્કૃત કે સન્માનિત થયેલા કલાકાર ની કલા કે કસબ સમાજ કે રાષ્ટ્ર ને સમર્પિત હોય છે , કોઈ ઇચ્છિત વ્યક્તિ ને નહિ...
એજ કારણસર, સમાજ કે રાષ્ટ્ર તરફથી મળેલો કોઈ એવોર્ડ પરત કરવો એ..
સમાજ નું અપમાન છે...
રાષ્ટ્ર નું અપમાન છે..
કોઈ પણ પ્રકારના વ્યક્તિગત વિરોધ માટે એવોર્ડ પરત કર્યા સિવાયના અન્ય વિકલ્પો પણ વિચારી શકાય...
નરેશ ગજ્જર