આવી રે! વર્ષા રાણી
થયો ઘોર અંધકાર
ને ઝબૂકી વીજ
થાય છે ક્ષણિક ચમકાર
આવી રે! આવી વર્ષારાણી આવી
લાવી રે! લાવી સાત સાગરના જળ ભરી લાવી
સૂસવાટા કરતો સમીર
ઘૂમવા લાગે છે ને
થઈ જાય છે ગાયબ
આવી રે! આવી વર્ષારાણી આવી
લાવી રે! લાવી સાત સાગરના જળ ભરી લાવી
થાય છે ગગનમાં ગડગડાટ
સૂણાય સૂસવાટા સમીરના ને
સુણાય ટહુકા મોરલાના
આવી રે! આવી વર્ષારાણી આવી
લાવી રે! લાવી સાત સાગરના જળ ભરી લાવી
સૂણીને વાદળોનો ગડગડાટ
નાચે મોરલા , ઝાડવા ને
નાચે નાના બાલુડા
આવી રે! આવી વર્ષારાણી આવી
લાવી રે! લાવી સાત સાગરના જળ ભરી લાવી
- સુરેશ વાળા