Gujarati Quote in Poem by Kinjal Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણો સમય થયો

ઘણો સમય થયો કંઇક લખ્યે,
આજે ફરી લખવા બેઠી પણ,
શબ્દો જ ખૂટી ગયા

ઘણો સમય થયો લાગણીઓ વ્યક્ત કર્યે,
આજે ફરી કલમ હાથમાં લીધી પણ,
કાગળના પાના કોરા જ રહી ગયા

ધણો સમય થયો સાંજના અજવાળામાં રહ્યે,
આજે ફરી આમ બેસવાનો લ્હાવો મળ્યો પણ,
થોઙી જ વારમાં ચાંદની પથરાઇ ગઇ

ધણો સમય થયો કોરા કાગળ પર જીવ રેઙ્યે,
આજે ફરી પોતાનો સમય આપ્યો પણ,
રચનાને આકાર આપતા સ્યાહી જ ઢોળાઇ ગઇ

ધણો સમય થયો આમ પાણીમાં રમત રમે,
આજે ફરી બાળક બનવું છે પણ,
જ્યારે રમત શરૂ કરી ત્યારે ખબર પઙી કે ઓટ આવી ગઇ

ધણો સમય થયો આમ વગઙામાં રખઙે,
આજે ફરીથી આ વગઙામાં ખોવાઇ જવું છે પણ,
જ્યારે ઙગલા માંઙતા ખબર પઙી આ વગઙો તો ક્યારનો ખોવાઇ ગયો

ધણો સમય થયો પોતાની રીતે જીવ્યે,
આજે જ્યારે જીવવાની શરૂઆત કરી પણ,
હવે ખબર પઙી આ તો જીવન જ વિખેરાઈ ગયું

ઘણો સમય થયો કંઇક લખ્યે,
આજે ફરી લખવા બેઠી પણ,
શબ્દો જ ખૂટી ગયા

- By Kira (Kinjal Patel)

Gujarati Poem by Kinjal Patel : 111254319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now