શબ્દો રાખે બહુ ઊંચા પણ પરખો એને તો સાવ તળિયે બેસે,
ભાઈ આ તો માણસ છે,
વિશ્વાસ ગાડુ ભરીને પણ વાત સ્વાર્થની આવે તો સાવ ખાલી,
ભાઈ આ તો માણસ છે,
આમ તો ના બોલે એ જ સાચું ને નીકળે પાછો સત્યનો પૂજારી,
ભાઈ આ તો માણસ છે,
કદિ એવું પણ થાય કે માણસને મળો અને માણસ ના નીકળે,
ભાઈ આ તો માણસ છે,