આજ હું છું..
મારી લાગણીઓ છે..
મારી ખ્વાહીશો છે, માંગણીઓ છે..
ચાહી શકો એટલું ચાહજો મને..
પામી શકો આટલું પામજો મને...
આપી શકો આટલું આપજો મને..
કારણ............
કાલે ચાહવા માટે મબલક હશે...
પામવા માટે અઢળક હશે...
આપવા માટે અવસર પણ હશે...
પણ...
એક હું નહીં હોવું...
મારા જેવી લાગણીઓ નહીં હોય...
ઈચ્છાઓ અલગ હશે...
હું માગીશ એવી માંગણીઓ નહીં હોય...