Gujarati Quote in Poem by Suresh Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ
મારી પાસે બે જ વિકલ્પો,કાં આંસુ કાં રાખ.

ઘેરાઉં તો વાદળ કાળા,વિખરાઉં તો વ્હાલ
ભિંજાઉં તો શ્રાવણ છલબલ,કોરું તો દુષ્કાળ

બીડાઉં તો સ્વપ્ન સલુણું,ઊઘડું તો હું આશ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો…

ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ
ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ

ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો…

-ભગવતીકુમાર શર્મા

Gujarati Poem by Suresh Patel : 111253572
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now