જિંદગી માં આવ્યા અનેક ઉતાર ચઢાવ
પણ બસ આ જિંદગી તો એમ જ ચાલતી રહી...
ક્યારેક કોઈક નો સાથ હતો નસીબ માં
તો ક્યારેક કોઈક હતું ખ્વાબો માં પણ સાથે નહિ
વ્યક્તિ વસ્તુ તો રહ્યા આવતા જતા
છતાં આ જિંદગી તો એમ જ ચાલતી રહી....
માગ્યું હશે ઈશ્વર પાસે કૈક
ને આપ્યું હશે એને શાયદ બીજું કૈક
હશે કદાચ એ યોગ્ય વધુ
પણ મોટી વસ્તુ કરતા જોઈતી વસ્તુ વધુ જરૂરી
પણ તો બી આ જિંદગી તો એમ જ ચાલતી રહી...
ક્યારેક જોઈતી હોય છે ખુશી
ને આવી જાય છે કપરી નિરાશા
તો ક્યારેક વળી એ જ નિરાશા સમી જાય
ને આવે સુરજ સુખ નો
છતાં જિંદગી તો એમ જ ચાલતી રહી ....
જિંદગી માં આવ્યા અનેક ઉતાર ચઢાવ
પણ બસ આ જિંદગી તો એમ જ ચાલતી રહી...
--પર્લ મહેતા