તું અને હું
કાળી કાળી રાત્રી હશે
એમાં સાથ તારો હશે
પ્રકાશ નો અભાવ હશે
પણ હાથો માં હાથ હશે
મન માં મુંઝવણ હશે
અભિવ્યક્તિ ની આશા હશે
વિચારો નો પ્રયાસ હશે
સમજણ ની શકિત હશે
શબ્દો નું સંયોજન હશે
વાતો નો પ્રવાહ નિરંતર હશે
આશાઓ અપાર હશે
પૂરી થવાનો અસાર હશે
તું અને હું હું અને તું હશું
સાથ નો સથવારો સદા હશે
?? *રાધે કૃષ્ણ* ??