Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

What Is Your Teeth Saying About You Know The Facts And Some Interesting Secrets

જે સ્ત્રીના દાંત હોય છે સીધા+સપાટ, તે માલિક બની અન્ય પર ચલાવે છે હુકમ

દાંત માત્ર ભોજન કરવા માટે જરૂરી નથી પરંતુ તે તમારા ચહેરાને એક પરફેક્ટ લુક પણ આપે છે. જો દાંતનો આકાર-પ્રકાર ઠીક ન હોય તો ઘણીવાર વ્યક્તિ હીન ભાવનાથી ગ્રસિત પણ થઇ જાય છે. કોઇ વ્યક્તિના હાસ્યની સુંદરતા પણ ઘણી હદે તેમના દાંત પર નિર્ભર કરે છે. જેના દાંત સુંદર અને આકર્ષક હોય છે, તેવા વ્યક્તિઓનું એક હાસ્ય કોઇને પણ સંમોહિત કરી શકે છે.

સમુદ્રશાસ્ત્રના અંતર્ગત દાંત પર પણ ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ દાંત જોઇને કોઇપણ વ્યક્તિના સ્વભાવ અને ચરિત્ર વિશે સરળતાથી અનુમાન લગાવી શકાય છે. આજે આ લેખમાં તમે જાણી શકશો કયા પ્રકારના દાંત ધરાવનાર વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.

- જે વ્યક્તિના દાંત સીધા અને સપાટ રેખામાં હોય છે, તે ધનવાન હોય છે. પોતાના જીવનમાં ખૂબ જ નામ કમાય છે. આવા લોકો કોઇપણ વ્યક્તિની અંદર નોકરી નથી કરતાં પરંતુ માલિક બનીને બીજા લોકો પર હુકમ ચલાવવા જ તેમને પસંદ હોય છે. પોતાના સંબંધિઓ પ્રત્યે તેમનો સ્વભાવ ખૂબ જ સારો હોય છે. આ લોકોને દેખાડો કરવો ખૂબ જ પસંદ હોય છે.

જે સ્ત્રીઓના દાંત થોડા ઉંચા એટલે કે, બહારની તરફ નીકળેલાં હોય છે, તે ખૂબ જ બોલનારી હોય છે અને પોતાની વાત મનાવી લેવામાં માહેર હોય છે. આવી સ્ત્રીઓ ખૂબ જ હસમુખ હોય છે પરંતુ ગુસ્સો પણ વધુ પ્રમાણમાં ધરાવતી હોય છે.

-કાળા અને આડા-અવળાં દાંત ધરાવનાર વ્યક્તિ સૌથી પહેલાં પોતાની વિશે વિચારતા રહે છે. પોતાનું હિત સાધવા માટે આવા વ્યક્તિઓ કોઇપણ સાથે મિત્રતા કરી શકે છે અને લક્ષ્ય પૂર્ણ થયા પછી તે તેનો સાથ છોડી પણ દે છે. આવા વ્યક્તિઓ લાલચી સ્વભાવના પણ હોય છે. ક્યારેક-ક્યારેક તેઓ એવી હરકત કરે છે કે પછી તેમણે શરમમાં પણ મુકાવવું પડે છે.

સફેદ અને સુંદર દાંત ધરાવનાર વ્યક્તિ ખૂબ જ નસીબવાળા હોય છે અને તેમનો સ્વભાવ પણ સારો હોય છે. આવા લોકો બધા જ વ્યક્તિઓ સાથે હળી-મળી જાય છે. દાંતની આવી બનાવટ ધરાવનાર વ્યક્તિઓ ઇમોશનલ પણ હોય છે અને જલ્દી કોઇપણ વ્યક્તિ પર વિશ્વાસ પણ કરી લે છે. આ જ કારણે તેમણે ક્યારેક-ક્યારેક દગો પણ મળે છે.

- જે વ્યક્તિના દાંતની વચ્ચે થોડું અંતર હોય છે, તે અન્યના પૈસા પર એશ કરનાર હોય છે. આવા લોકોને વારસાગત સંપત્તિ પણ મળી જાય છે અને આ લોકો જીવનભર તેની પર જ નિર્ભર રહે છે. આવા લોકો ખૂબ જ ખર્ચાળ પ્રવૃત્તિના હોય છે, પરંતુ પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો આ લોકોને પસંદ હોતો નથી.

જે લોકોના દાંત હળવા કાળા હોય છે, તે ખૂબ જ ચતુરાઈથી પોતાનું કામ કઢાવનાર હોય છે, સાથે જ આવા લોકો ઝગડો પણ વધું પ્રમાણમાં કરતાં રહે છે. ઉપરથી જોવામાં તેઓ જેન્ટલમેન લાગે છે, પરંતુ અંદરથી આ લોકો ખૂબ જ સ્વાર્થી પણ હોય છે.

- જે લોકોના દાંત પીળા અથવા લાલ રંગના હોય છે, તે ખુશમિજાજ સ્વભાવ ધરાવતા હોય છે. તેઓ જીવનના દરેક પળને જીવવામાં વિશ્વાસ કરનારા હોય છે. આવા વ્યક્તિઓ ઉપર વિશ્વાસ કરી શકાય છે. આવા લોકો સાથે મળવું અને હસવું-હસાવવું સારું લાગે છે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111250945

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now