તું જરા ઉપવન તરફ દોરાય છે,
બાગ આખો ફૂલોથી ઊભરાય છે
તારા ઉપર બે ઘડી નજર જેની પડે,
એની આંખોને પણ ટાઢક થાય છે
આંખોનું કાજળ કેવું સદ્નસીબ છે,
તારા નૈનોમાં હરખથી વસી જાય છે
તારા ચ્હેરાની રોનક જોયા પછી,
ભલભલાનાં હાલચાલ બદલાય છે
તારા કાજે ગીતોની જે રચના કરી,
લાખો લોકો પ્રેમથી એ ગાય છે
કાંટા ભરેલી રાહોમાં ફરતો હતો,
તું આવે તો કાંટા પણ ફૂલ બની જાય છે.
- યોગેશ આર.જોષી