સમયના હાથમાં છે બધી ચાવી
કોઇને બનાવી દે સિકંદર
કોઇને કરી દે મસ્ત ફકીર
ભલે જીવ્યો જીત્યો જગતમાં
મબલખ કરી કમાણી
ખબર સહુને હોય છે
અંતે મળતી હોય છે કબર
રાજા હો કે રંક
કરે ગુણક ભાજકને સરવાળા
સરવૈયાને અંતે
સમજાયે છે સત્ય
કેવળ અહીંયા કરાય છે
સ્નેહની જ બાદબાકસજળ આંખ તો સહુ કોઇ જોતા
ખબર કયાં પડે છે?
અનરાધાર રડે છે. અંતર
પરિણામ મેળવવા
તલપાપડ મન
અંતે ખબર પડે છે
અહીંનું તો અહીંયા. રહેવાનું છે
દિન-રાત લડયો જે ખાતર!
સહુની મુઠ્ઠીમાં બંધ
સપનાની જાગીર હોય છે
તૃણ હોય કે હોય તરૂ
સંતાન તો છે ધરતીના
એક ચૂમૈ ગગનને
એક ચૂમે ગાલ ધરતીના
એવી તાસિર બન્નેની જુદી છે
એવી અલગ બેઉની તકધીર છે
દિવસભર દમામ કરતો ભાનુ
સાંજે અસ્ત પામે છે
દિવસભર ઓઝલ રહેનાર શશી
રાતે તારાની મહેફિલ માણે છે
રહેવાનું સ્થળ તો એક છે
પણ હુકૂમતનો રાહ ફેર છે
મસ્તીની ભોગવી જાગીર
અલવિદા કહેવાય છે!