Gujarati Quote in Poem by Kinjal Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ એક કારણ આપી દે

આપણી એ પહેલી મુલાકાત મને યાદ છે,
ત્યારે થયેલી વાતો પણ યાદ છે અને,
ત્યારબાદ વાતોનો શરૂ થયેલ સિલસિલો પણ યાદ છે,
બસ એક કારણ આપી દે એ વાતોને ભૂલવા માટે

દિવસના અંતમાં આપણું મળવુ મને યાદ છે,
દરરોજ મળિયે છતાંય પહેલીવાર જેવો અનુભવ મને યાદ છે,
છૂટા પડતા સમયે ફરી મળવાનો વાયદો કરવો એ પણ યાદ છે,
બસ એક કારણ આપી દે એ મુલાકાતોને ભૂલવા માટે

દરરોજ સાથે જમવાનો સિલસિલો મને યાદ છે,
તને જમાડીને મળતી એ ખુશી મને યાદ છે,
તને આમ જ જમતા જોતા રહેવાનો એ અનુભવ પણ મને યાદ છે,
બસ એક કારણ આપી દે એ જમવાના સમયને ભૂલવા માટે

કોઇ કારણ વિના બસ તારી સાથે ફરતા રહેવું મને યાદ છે,
જાણે મંજિલ વિનાની રાહ પર ચાલવું મને યાદ છે,
તારી સાથે આમ જ દિવસ-રાત ફરતા રહેવું મને યાદ છે,
બસ એક કારણ આપી દે એ રસ્તાઓને ભૂલવા માટે

વરસાદમાં તારી સાથે પલળવું મને યાદ છે,
બાલ્કનીમાં બેઠા હોય ત્યારે આવતી વાછોટ મને યાદ છે,
એ ભીના મોસમમાં પીધેલી કૉફી મને યાદ છે,
બસ એક કારણ આપી દે એ ભીનાશને ભૂલવા માટે

તારા ખભે માથુ ઢાળી વીતાવેલી દરેક સાંજ મને યાથ છે,
દુનિયા ભૂલી તારામાં ખોવાઇ જવું મને યાદ છે અને,
આમ જ તારી બાહોમાં સુતા રહેવું મને યાદ છે,
બસ એક કારણ આપી દે એ સાંજને ભૂલવા માટે

મારી માટે તારા મનમાં જે પણ લાગણીઓ છે એ મને યાદ છે,
ના કહેવા છતાં મારી માટે ઘણું બધું કરવું એ મને યાદ છે,
હું બધું નથી પણ ઘણું છું તારા માટે તારુ એવું કહેવું મને યાદ છે,
બસ એક કારણ આપી દે એ તારી યાદોને ભુલવા માટે

તારુ મારાથી નારાજ થવું મને યાદ છે,
વધારે સમય મારાથી નારાજ ના રહી શકવું એ પણ મને યાદ છે,
મને ગુસ્સામાં પણ તારુ હસાવવું મને યાદ છે,
બસ એક કારણ આપી દે હવે હસવા માટે

ઈચ્છા ના હોવા છતાં તને પ્રેમ કરવો મને યાદ છે,
મારો જ પોતાના મન પર મારો કાબૂ ના હોવો મને યાદ છે,
દરેક પળે તને જ યાદ કરતા રહેવું મને યાદ છે,
બસ એક કારણ આપી દે હવે તને પ્રેમ ના કરવા માટે

- by shywriter (Kinjal Patel)

Gujarati Poem by Kinjal Patel : 111248174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now