હવે તમને 'તું' કહું તો ચાલશે ?'
તું' નહીં ને 'હું' કહું તો ચાલશે ?
કહી દો તમને જે પણ ગમે મને,,
કે હવે તમને શું કહું તો ચાલશે ?
તમારામાં તમે ક્યાં બચ્યા છો,
ને હવે ફક્ત હું રહું તો ચાલશે ?
આપીદો બધા દુખ તમારા મને,
પીડા બધી હું સહું તો ચાલશે ?
હસતા રહેજો તમે સદા,
તમારા વતી હું રડું તો ચાલશે ?