સ્ત્રી..
................................
સ્ત્રી વગર જિંદગી નકામી છે.
પુરુષ ને હમેંશા સ્ત્રી સાથે જ જોઈએ.
માત્ર મંદિર માં કૃષ્ણ એ રાધા કે રુકમણી ,
રામ ભગવાને સીતા ,
શંકરને પાર્વતી અમસ્તા જ નથી રાખ્યા.
આપણે મનુષ્ય પણ જુઓ ને ભણતી વખતે વિદ્યા
પછી
લક્ષ્મી
અને
છેલ્લે શાંતિ!
સવારે ઉષા ની સંગાથે દિવસ ઉગે અને સંધ્યા ની સાથે દિવસ આથમે પણ કામ અન્નપૂર્ણા માટે જ કરીએ
વળી નિશા સમયે પણ નિંદીયા રાણી અને ઊંઘ્યા પછી પણ સપના.
મંત્રોચ્ચાર કરીએ તો ગાયત્રી અને વાંચીએ તો ગીતા
મંદિર માં ભગવાન સામે વંદના ,પૂજા અને આરતી જોઈએ એ પણ વળી શ્ર્ર્ધા સાથે જ હો એમાય જો અંધકાર હોય તો જ્યોતિ અને એકલવાયુ લાગે તો પ્રેમવતી અને સ્નેહા!
જો લડાઈ લડવા જઈએ તો જ્યા અને વિજ્યા ઉમર લાયક થઈએ તો કરુણા અને લાગણી એ પણ મમતા સાથે જ.
જો ગુસ્સે થઈએ તો ક્ષમા જોઈએ .
માટે ધન્ય છે તમામ સ્ત્રીજાતિ ને જેમના વગર આ દુનિયા માં પુરુષો અધૂરા જ છે.
સ્ત્રી સંભોગ નથી.
સ્ત્રી સંજોગ નથી.
સ્ત્રી વજૂદ છે.
સ્ત્રી અસ્તિત્વ છે.
સ્ત્રી પ્રભાવ છે.
સ્ત્રી વગર જીવનમા અભાવ છે!પરાભવ છે.........
............
.........
..........