English Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તા નં ૭,
નમસ્તે બાળકો,
આવી ગયો પાછો મંગળવાર..શાળાઓ ખૂલશે
ને વેકેશન પૂરૂ થશે નહિ?ચાલો દફતર ઉતારીએ ને સાફ કરીએ..ને અમે તો પાટીપેન લઈને જતા તમારે તો પેન , પેન્સિલ ને બધુ..
મને પણ મજા આવતી ..ને શાળામાં મજા જ મજા...
વાર્તા નં ૭
બરકેશે પણ શાળાએ જવાની તૈયારી શરૂ કરી દીધી.ધણી બધી નોટો કાઢી ને એ તો બેઠો ને
વિચારવા મડ્યો ને તેણે જૂની નોટો ફેકી દીધી.
બકાજમાદારની નજર આ નોટો પર પડી. આમેય એ વિચારશીલ વ્યક્તિ ,તેમણે તો ફાડ્યા બધા કોરા પાના ને કર્યા સરખા.સોઈદોરો લીધો ને વચ્ચેથી સાંધ્યાને સરસ કવર ચઢાવ્યું .અરે કેવી સુંદર નોટ બની..એક બે ત્રણ...બરકેશ તો પપ્પાના આ કાર્ય થી ખુશ થઈ ગયો.
આખી શેરી મા બતાવી આવ્યો કેટલી સરસ
નોટ બની ગઈ ..શેરી ના બાળકો તો હવે બકાજમાદારને નોટોના પાના આપી જવા લાગ્યા. બધાને તેમણે શિખવી દીધું ને હવે
“વેસ્ટ માંથી બેસ્ટ “નોટો બની.શાળામાં રફ કામ કરવા,ડાયરી લખવા...
આમજ બાળકો કેવી સરસ સરસ ચીજો બને,
તમારી પાસે જૂની વાર્તા ની ચોપડીઓ હોય તો એમાંથી પણ સરસ નવી વાર્તા બને,અરે સારી
હોય તો મિત્રો સાથે આપલે કરી નવી નવી વાર્તાઓ વાંચવા મળે.હવે તો રજાઓ પૂરી થશે તો તમે શું કર્યુ તે પત્ર દ્વારા મિત્રો ને જણાવજો.
જણાવશોને...?પત્ર લખતા શિખાય ને..?
બકાજમાદારને હમેશાં નવું શિખવાડવાનો ખૂબ શોખ ...હવે કરશોને વેસ્ટ માંથી બેસ્ટ..
ચાલો ફરી મળીશુ આવતા મંગળવારે..ત્યા સુધી મા પત્ર લખતા શીખજો .
તમારી મિત્ર

જયશ્રી.પટેલ
૨૯/૫/૧૮

English Story by Jayshree Patel : 111247655
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now