રોજ બે દુષ્ટ આંખો યાતના આપતી ને બે નિર્દોષ આંખો યાચના કરતી. આજે ભોળી આંખો માં અજબ ઝનૂન હતું. નથી જોઇતી કોઇ ની મદદ,ના જોઈએ હવે આ નરક સમ પીડા ! જેવો અે રૂમ માં આવ્યો, ધડ દઈને ને એના પેટ માં દાતરડું હુલાવી દીધું.
લોહી ના રેલા જોડે એના હ્રદય માં એક ઠંડક નો રેલો ઉતર્યો.. જય કાળી મા ! કસમ તારી, આજ થી હું જ મારો બેલી ! આજ પછી મારી મરજી વગર મને કોઈ યાતના પણ નહીં આપી શકે !