પાંખ આવેને આકાશે ઉડી..
તે જાણુ પણ..
વગર પાંખે ગગન ચુંબી..
તો શું કરું..!!!
પૂનમ આવેને ચાંદની ખીલે..
તે જાણુ પણ..
અમાસે પણ ચાંદ ઝળહળે...
તો શું કરું..!!!
વરસા આવેને ભીંજાઈ જાય..
તે જાણુ પણ...
ઉઘાડે તારા સ્નેહ મા ભીંજાવ
તો શું કરું ..!!!
મુખડુ જોવુને મલકાઈ જવાય..
તે જાણુ પણ..
બંધ આંખે સ્મિત રેલાય જાય..
તો શું કરું..!!!