*ક્ષમતા*
અચંબામાં આશ્ચર્યમાં પડી જોઉં છું,જ્યારે નજર સામે માં ! જોઉ છું.
સાગર ની ગહેરાઈથી અતિશય દુઃખ સહન કરવાની ક્ષમતા માતામાં છે.
આમજ નથી જન્મ મળતું આ ધરતી પર માનવીને પીડા પ્રસવની વેઠે છે.
પિતાની ઊણપનો અણસાર પર આવવા નથી દેતી, કેવી! ગજબની ક્ષમતા છે .
દુઃખ ત્યારે થાય જુવાન દિકરાઓ ની માતા વૃધ્ધાવસ્થામાં ઘરડા ઘરમાં રહે છે.
નથી આપી મુજને એટલી ક્ષમતા હું એમની મદદ કરી શકુ, મારી રચના થી આ સંદેશો આપું છું.
સાચવજો આપના માં પિતા ને નહીં તો ફરી સમય આપણો એજ આવવાનું છે .
કહે નર ક્ષમતા હતી એટલું કહું છું,સમજો ન સમજો એ તમ પર મુકુ છું.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ